|| ૐ દક્ષ પ્રજાપતેય નમઃ ||
||ૐ શ્રીબાઈ માતાય નમઃ ||
શ્રી કુંવરબેન ભોજાભાઈ વારા
શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર
214 , શરણ બિઝનેસ ,
સેક્ટર - 26
ગાંધીનગર
તા :- 2/11/2022
વિષય :- વિદ્યાર્થીઓના લોન પૂર્ણ થયાના "ના વાંધા પ્રમાણપત્ર" ( NOC ) આપવા બાબતે
ૐ જાય શ્રીબાઇ માતાજી સાથે ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે જે વિદ્યાર્થી ભાઈ/બહેનો ની વગર વ્યાજની લોન પૂર્ણ થઇ ગઈ છે તેમના NOC સર્ટિફિકેટ તૈયાર કરવાના હોવાથી તમામ લોન પૂર્ણ થયેલા વિદ્યાર્થી ભાઈ/બહેનો ને જણાવવાનું કે આપના દ્વારા બેન્કમાં જે લોન ભરી છે તેના તમામ હપ્તાની વિગત તારીખ સાથે આપનું પૂરુ નામ , મોબાઇલ નં., ઈ - મેલ એડ્રેસ , પાસપોર્ટ સાઈઝનો ફોટો અને હાલના રહેઠાણના સરનામાં સાથે એક કાગળમાં ઉતારો કરી ટ્રસ્ટ ની ઓફિસના સરનામે મોકલી આપવા વિનંતી છે.
ઉપર પ્રમાણે જે વિદ્યાર્થી ભાઈ/બહેનો ની લોન પૂર્ણ થયેલ નથી પરંતુ હપ્તા ચાલુ છે , તેમને પણ પોતાની વિગત ઉપર પ્રમાણે ટ્રસ્ટ ની ઓફિસે પહોંચતી કરવા નમ્ર વિનંતી છે.
આપનો વિશ્વાસુ
મે.ટ્રસ્ટી
કૌશિક દેવજીભાઈ વિસાવાડિયા